Holiday In Schools Of Valsad: વલસાડમાં અતિભારે વરસાદને કારણે શાળામાં રજા જાહેર, જુઓ જિલ્લા શિક્ષણાધિકારી વલસાડ નો પરિપત્ર

WhatsApp Join Now
Telegram Join Here

Holiday In Schools Of Valsad: વલસાડ જિલ્લાની વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર: તા.05/08/2024 ને સોમવારના1 રોજ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રાખવા બાબત પરિપત્ર કરેલ છે.

Holiday In Schools Of Valsad

ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.05/08/2024 ને સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે, તેમજ પારડી,વાપી અને ઉમરગામ તાલુકામાં સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને નિર્ણય લેવામાં આવશે

આ પણ વાંચો- BSNL આપી રહ્યું છે તમારો પસંદગી નો નંબર, આ રીતે બુક કરો

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી નો પરિપત્ર

આ પરિપત્ર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેની વાલીઓએ નોંધ લેવી.

આ પણ વાંચો- મુદ્રા લોન 20 લાખ રૂપિયા સુધી મળશે, 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

કલેકટરશ્રી, વલસાડ અને માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સુચનાથી. ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે અતિ ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે કાલે તારીખ 05 / 08 /2024 ને સોમવારના રોજ વલસાડ જિલ્લાની વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળાઓ બંધ રહેશે અને પારડી, ઉમરગામ અને વાપી તાલુકાના મુખ્ય શિક્ષકે સ્થાનિક પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાનો રહેશે.તમામ વિદ્યાર્થી અને વાલીઓને તાત્કાલિક સૂચના આપવી. વિશેષમાં જણાવવાનું કે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શક્ય હોય તો Microsoft team ના માધ્યમથી અથવા અન્ય ઓનલાઇન શિક્ષણની જરૂરી વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ ચાલુ રાખવું. ઉપરોક્ત બાબતે કોઇ પણ પ્રકારની બેદરકારી રાખવી નહી. આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કલેકટરશ્રી વલસાડ સુચના

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો