Gujarat Common Admission Services Portal : ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS – જીકેસ) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી ૧૪ સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થા/કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના કોર્સીસની પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દુરંદેશીપૂર્ણ પોર્ટલ છે.
Gujarat Common Admission Services Portal | ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ
આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, બી.એડ., તથા પી.એચ.ડી. જેવી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માત્ર જીકેસ પોર્ટલ ઉપર જ કરવાનું રહેશે. જીકેસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.
રાઉન્ડ ર/રાઉન્ડ 3 નાં સમય પત્રક
સ્નાતક – રાઉન્ડ ર GCAS પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી, ઓફર લેટરની પ્રિન્ટ લેવી, પ્રવેશ માટે જે તે કૉલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોટિંગ કરવું, કૉલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો.
GCAS પોર્ટલ અન્ય સૂચનાઓ
- GCAS પોર્ટલ મારફત કોલેજ-યુનિવર્સિટીઓમાં વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, રોક્ષણિક વિગત કે
પસંદ કરેલ વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે. - GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેઓ સંબંધિત યુનિવર્સિટી/કોલેજમાં જઈ પોતાના પ્રવેશ રદ કરાવી શકશે.
- GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા B.Ed. પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ હોય પરંતુ વિદ્યાર્થી પોતાની પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઇચ્છતા હોય તો, તે સંબંધિત યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (જીકેસ) પોર્ટલ રજીસ્ટર કઈ રીતે કરશો
- વિદ્યાર્થીએ https://gcas.gujgov.edu.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઇમેલ આઇડી પર અને રજીસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર પર મોકલવામાં આવશે.
- રજીસ્ટ્રેશન ૧ એપ્રિલ ૨૦૨૪ થી શરુ થશે અને રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થી રેજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
- રજીસ્ટ્રેશનની વધુ જાણકારી માટે: https://gcasstudent.gujgov.edu.in/applicants/QuickRegistration.aspx
- વિદ્યાર્થીએ પોતાની બેઝીક પ્રોફાઇલ (Profile)ની માહિતી, શૈક્ષણિક (Academic) માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિધાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર વગેરે લાગુ પડતાં દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાનાં રહેશે.
- વિદ્યાર્થી જે ડીગ્રી કોર્સ, યુનિવર્સિટી કે તેને સંલગ્ન સંસ્થા/કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે તેની પસંદગી (Choice) કરવાની રહેશે.
જીકેસ પોર્ટલની રજીસ્ટ્રેશન ફી (Payment) ₹૩૦૦/- ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે.
ભરેલી વિગતોની સમીક્ષા કરી અરજી સબમિટ (Final Submit) કરવાની રહેશે.
જીકેસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ ની યાદી
GCAS Gujarat Portal મહત્વપૂર્ણ સૂચનાઓ
- અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
- અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
- અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
- સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ
- તાજેતરની માર્કશીટ
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
- દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
- ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
- નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
Disclaimer: This website/blog post is not affiliated with, nor endorsed by, the Government of Gujarat or the official gcasgujarat.in. The information presented here is for informational purposes only and should not be considered official or legal advice. Please refer to the official gcasgujarat website or relevant government sources for the most up-to-date and accurate information.