LRD Bharti 2024 : ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત
LRD Bharti 2024
સંસ્થાનું નામ | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ |
પોસ્ટનું નામ | બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર , કોન્સ્ટેબલ, અને જેલ સિપોઇ |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 09/09/2024 |
અધિકૃત વેબસાઇટ | https://lrdgujarat2021.in/ |
Gujarat Police Recruitment 2024 – Reopen
ક્રમાંક:GPRB/202324/1 અન્વયેની સુચનાઓ (ભાગ-૨) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ તે અનુસંધાને તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી OJAS ની વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવેલ. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમ્યાન જે કોઇ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકયા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી નીચે જણાવેલ સુચના મુજબ ઓનલાઇન અરજી OJAS ની વેબસાઇટ ઉપર કરી શકે છે.
ગુજરાત પોલીસ ભરતી 2024
ઓનલાઇન અરજીઓ તા.૨૬/૦૮/૨૦૨૪ (બપોરના કલાક: ૧૪.૦૦) થી તા.૦૯/૦૯/૨૦૨૪ (રાત્રિના કલાકઃ ૧૧.૫૯) સુધી OJASની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે. (२) તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન જે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી. (૩) કોઇપણ ઉમેદવાર કોઇપણ કારણસર તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકશે. જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં. જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે જ સંવર્ગમાં ફરી અરજી કરશે તો તેની તે સંવર્ગની તમામ અરજી રદ થવા પાત્ર થશે.
Gujarat Police Bharti 2024
તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન જે કોઇ ઉમેદવારે કોઇપણ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે તેઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટે અરજી કરવા માંગે છે અને તે માટે લયકાત ધરાવે છે, તેઓ માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટે અરજી કરી શકશે. (५) તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા તા.૦૯/૦૯/૨૦૨૪ નારોજની સ્થિતીએ ગણવાની રહેશે. તેમજ શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, NCC “C” પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી) નું પ્રમાણપત્ર, રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર તા.૦૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઇશ્યુ થયેલા હોવા જોઇએ. (એ) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઇસ્યુ થયેલ હોવું જોઇએ. આ પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે રજુ કરવાનું રહેશે. અન્યથા અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.
આ પણ વાંચો- કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ માં ભરતી, ઓનલાઇન અરજી કરો અહીંથી
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) નું પાત્રતા પ્રમાણપત્ર ધરાવાતા ઉમેદવારનું પ્રમાણપત્ર તા.૧૦/૦૯/૨૦૨૧ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઇસ્યુ થયેલ હોવુ જોઇએ. આ પાત્રતા પ્રમાણપત્ર આ સમયગાળા દરમ્યાન ઇશ્યુ થયેલ હશે તો જ માન્ય રાખવામાં આવશે. (સી) જે ઉમેદવારોએ તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન, અરજી કન્ફર્મ કરેલ છે અને તે સમયે NCC “C” પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી) નું પ્રમાણપત્ર, રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાથી અરજીની વિગતોમાં ભરી શકયા નથી. તેવા ઉમેદવારે બીજી અરજી કરવાની નથી આવા ઉમેદવારોના જણાવેલ પ્રમાણપત્રો તા.૦૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઇશ્યુ થયેલા હશે તેવા ઉમેદવારોએ શારીરીક કસોટી ઉતીર્ણ કર્યા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે અરજી આપવાની રહેશે અને માન્ય પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારોને તેનો લાભ મળવાપાત્ર રહેશે.
ગુજરાત પોલીસ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
LRD PSI 2024 Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી અધિકૃત વેબસાઇટની એટલે કે https://lrdgujarat2021.in/ ઓપન કરો
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
Gujarat Police Recruitment 2024 મહત્વની તારીખો
LRD Bharti 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ | 09/09/2024 |
આ પણ વાંચો- રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, અહીંથી ઓનલાઈન અરજી કરો
ઉપયોગી લિંક :
ગુજરાત પોલીસ ભરતી 2024 જાહેરાત ( Reopen ) | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત પોલીસ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત પોલીસ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://lrdgujarat2021.in/ છે.
ગુજરાત પોલીસ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ગુજરાત પોલીસ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 09/09/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..