બ્રેકીંગ ન્યુઝ: પરેશ ગોસ્વામીની હૃદય ના ધબકારા વધારી દે તેવી આગાહી અરબી સમુદ્રમાં સર્જાઈ નવી આફત આ જિલ્લાને છે ખતરો

WhatsApp Join Now
Telegram Join Here

રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. ખાસ કરીને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં નદીઓ વહેતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ગઈકાલે સાંજે યુટ્યુબ પર મુકેલા તેમના વિડિયોમાં જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં પહેલેથી જ ડીપ પ્રેશર એરિયા સર્જાયો છે.

આ ડીપ પ્રેશર એરિયા આગામી સમયમાં આપણી પાસેથી પસાર થવાનું છે. જેના કારણે 2 જુલાઇની સાંજ સુધી દ્વારકા, પોરબંદરના ભાગો, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ, માંડવી, કંડલા, ગાંધીધામ, ભચાઉ, ભુજમાં ભારે વરસાદની સંભાવના છે. આમ, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. દ્વારકા, જામનગરના ભાગો, કચ્છના સુરેન્દ્રંગ, કંડલા, ગાંધીધામ, ભચાઉ, માંડવી, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, મધ્ય ગુજરાતના સાણંદ જેવા વિસ્તારો જ્યાં આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે.

આ પણ જુઓ:- આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ધબધબાટી બોલાવશે વરસાદ જુઓ અહીં ક્લિક કરીને

જે જિલ્લાના નામો નોંધાયા છે તેમાં કેટલાક વિસ્તારોમાં 15 થી 17 ઈંચ વરસાદની સંભાવના છે. કારણ કે, આ માર્ગ પરથી ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ અરવલ્લી, મહિસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતના દાહોદ, ગોધરા, વડોદરા, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સતત વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે.

ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પરંતુ જે વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન પસાર થવાની ધારણા છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. સાર્વત્રિક વરસાદનો આ સમયગાળો હજુ ઘણા દિવસો સુધી ચાલુ રહેવાનો છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો