હવામાન ની સચોટ આગાહી કરનાર લોક લાડીલા અંબાલાલ કાકા ના પરિવાર વિષે અને કેવી રીતે બન્યા હવામાન શાસ્ત્રી

WhatsApp Join Now
Telegram Join Here

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. 5 જુલાઈએ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સાબરકાંઠા અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. જાણો આ આગાહી કરનાર અંબાલાલ પટેલના પરિવાર વિશે.

અંબાલાલ પટેલના પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. એક પુત્ર અમેરિકામાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. અંબાલાલ પટેલનો પરિવાર સુખી અને સમૃદ્ધ પરિવાર છે. અંબાલાલની પત્નીનું કોરોનાને કારણે મોત થયું હતું.

આજે આપણે જાણીશું કે અંબાલાલ પટેલ કેવી રીતે ગુજરાતના લોકપ્રિય હવામાનશાસ્ત્રી બન્યા. તેમના શોખને કારણે, તેમણે એક હવામાનશાસ્ત્રી તરીકે ઘણી ખ્યાતિ મેળવી, તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો, અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છે. તેમણે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી B.Sc એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવી છે

આ પણ જુઓ:- આ રાશિના જાતો માટે આ અઠવાડિયામાં થશે પૈસાનો વરસાદ, જાણો મહિનાનું પહેલા સપ્તાહ કેવું રહશે તમારું રાશિફળ

હવે અંબાલાલ પટેલને કોઈ ઓળખની જરૂર નથી, કારણ કે આજે બધા તેમને નામથી ઓળખે છે. જો હવામાનમાં કોઈ ફેરફાર થાય તો સૌ અંબાલાલ પટેલની આગાહીની રાહ જુએ છે.

અંબાલાલ પટેલે 1980માં પ્રથમ ભવિષ્યવાણી કરી હતી. ત્યારથી તમામ ઋતુઓની આગાહી કરવામાં આવી છે. તેઓ ઉનાળો, શિયાળો કે ચોમાસું દરેક ઋતુમાં આગાહી કરે છે. તેની આગાહીઓ ઘણી વખત સાચી પડી છે. તેઓ પંચાંગ, ગ્રહો, નક્ષત્રો જોઈને આગાહી કરે છે, દરિયાકાંઠાના પવનોને જોઈને વરસાદની આગાહી કરી શકાય છે.

અંબાલાલ પટેલને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અંબાલાલ પટેલે 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે સેવા આપી હતી. ગુજરાતના કેટલાક ખેડૂતો વાવણી માટે અંબાલાલની આગાહીને સાચી માને છે, પરંતુ કેટલીકવાર આ આગાહી ખોટી પણ પડે છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો