Saputara Megh Malhar Parva 2024: સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024, જુઓ શું છે ખાસિયત આ પર્વની

WhatsApp Join Now
Telegram Join Here

Saputara Megh Malhar Parva 2024: એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોનનું આયોજન, મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને મુખ્ય 18 જેટલા જોવાલાયક સ્થળો અને સાપુતારા ના અખૂટ કુદરતી સૌંદર્યનો નજારો માણવા મળશે

Saputara Megh Malhar Parva 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે તા. 29 જુલાઈએ ડાંગ જિલ્લાની એક દિવસીય મુલાકાતે જશે. મુખ્યમંત્રી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’ નો પ્રારંભ કરાવશે.

અખૂટ કુદરતી સૌન્દર્ય ધરાવતા ગિરિમથક સાપુતારા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, વલસાડના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, વગેરે સહભાગી થશે.

આ પણ વાંચો-  10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી

સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024

ડાંગ જિલ્લાની સ્થાનિક સંસ્કૃતિ કેવી છે સાથે સ્થાનિક કલાકારો મિત્રો ને રોજગારી વધુ મળી રહે એ માટે મુખ્ય ડોમ ખાતે શુક્ર-શનિ-રવિ-જાહેર રજાના દિવસે તેમજ સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવશે. આગામી જન્માષ્ટમી 2024 ના દિવસે ખાસ દહીં-હાંડી કાર્યક્રમ પણ રાખવામાં આવશે. આ મોન્સૂન ફેસ્ટિવલ માં આવતા તમામ મુલાકાતીઓને સાપુતારા આજુબાજુના અઢાર મુખ્ય સ્થળો જોવા મળશે.આવો, હરિયાળા સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમોની હેલી વરસાવતા આ ‘મોન્સૂન ફેસ્ટિવલ-2024’ની મુલાકાત લઈ મેહુલા પર્વનો આનંદ માણીએ.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો