Kheti Bank Recruitment 2024: ખેતી બેંક ભરતીમાં નોકરીનો મોકો, 75000 હજાર સુધી પગાર મળશે

WhatsApp Join Now
Telegram Join Here

Kheti Bank Recruitment 2024: ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. અમદાવાદ દ્વારા ગુજરાતમાં ૧૭૭ શાખાઓ અને ૧૭ જીલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં નીચે દર્શાવેલ જગ્યાઓ ઉપર નિમણુંક કરવા લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Kheti Bank Recruitment 2024

સંસ્થાનું નામધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓફલાઈન
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ16/08/2024
સત્તાવાર વેબસાઇટwww.khetibank.org

ખેતી બેંક ભરતી 2024

ખેતી બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ www.ethosindia.com વેબસાઈટ થી અરજી ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ભરીને આપેલ સરનામાં પર જમા કરાવવાનું રહેશે .જેઓ Kheti Bank Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા અરજી કરવાની રહેશે.

ખેતી બેંક ભરતી અંગેની જાહેરાતના નિયમો અને શરતો

  1. અનુ.નં.૧ થી ૮ ની કેડર માટેના અરજદારોએ બેંક તરફથી આપવામાં આવેલ નમુના મુજબની અરજીની સાથે રૂા.૩૦૦/- બેંકના QR કોડથી જમા કરાવવાના રહેશે. તથા અનુ.નં.૯ અને ૧૦ ની કેડર માટેના અરજદારોએ બેંકના QR કોડથી રૂા. ૧૫૦/- જમા કરાવવાના રહેશે. જે નોન-રીફંડેબલ રહેશે.
  2. બેંકની વેબસાઈટ www.khetibank.org અને એજન્સીની વેબસાઈટ www.ethosindia.com ઉપર મુકવામાં આવેલ અરજીના નમુના મુજબનું ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે. વેબસાઈટમાં આપેલ નમુના સિવાયની કોઈપણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિં. ઉમેદવારે ફીઝીકલ અરજી ક્રમ નં. ૧૯ માં દર્શાવેલ સરનામા ઉપર કરવાની રહેશે.
  3. અનુ.નં.૧ થી ૫ ની કેડરના ઉમેદવારો અંગ્રેજી ભાષામાં પત્રવ્યવહાર કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા હોય તે ઈચ્છનીય છે.
  4. ઉમેદવારોને ગુજરાતી ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની જાણકારી હોવી ફરજીયાત છે.
  5. ઉપરોકત જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને બેંક જરૂરીયાત મુજબની શાખા / જીલ્લા કચેરીએ / વડીકચેરીએ નિમણુંક આપશે અને ૧ વર્ષનો પ્રોબેશન પીરીયડ રહેશે અને કોલમ નં.૭ માં દર્શાવ્યા પ્રમાણે માસિક ફીકસ પગાર ચુકવવામાં આવશે. ત્યારબાદ કાયમી થયે બેંકના પૅ સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભાલાભ ચુકવવામાં આવશે. યોગ્યતા મુજબ પગાર સ્કેલમાં છુટછાટ આપવામાં આવશે. પ્રોબેશન પીરીયડમાં વધારો કરવાની સત્તા બેંકને રહેશે.
  6. બેંક તરફથી માંગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવ ધરાવતા વ્યકિતઓની અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે.
  7. બેંક દ્વારા જાહેરાતમાં આપવામાં આવેલ ઉપરોકત કેડરની જગ્યાઓ ઉપર ઓછી કે વધારે નિમણુંક બેંક જરૂરીયાત મુજબ આપી શકશે.
  8. બેંકની કામગીરીના અનુભવ મુજબ ઉમેદવારની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, તે માટેના તમામ હક્ક બેંકને અબાધિત રહેશે.
  9. અનુ.૧ થી ૮ ની કેડરના ઉમેદવારોની લેખીત અને મૌખીક પરિક્ષા યોજવામાં આવશે. જયારે અનુ.નં.૯ અને ૧૦ ના ઉમેદવારોની મૌખીક પરિક્ષા યોજવામાં આવશે. જેમાં દરેક કેડરના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
  10. પ્રોબેશન પીરીયડ પુર્ણ થયે નિમણુંક પામેલ ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાયે કાયમી નિમણુંક આપવામાં આવશે અને આ નિમણુંક અપાયેથી આ કર્મચારીઓને ગુજરાતની હાલની કે નવી ખુલનાર કોઈપણ શાખા / જીલ્લા કચેરીમાં જે તે જગ્યાએ જે કામગીરી સોંપવામાં આવે તે કરવાની રહેશે.
  11. આ અગાઉ બેંકમાં કરવામાં આવેલ કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહિં.
  12. ઉપરોકત કેડરમાં અરજી કરવા માટે વયમર્યાદા નક્કી કરવાની બેઈઝ ડેઈટ તા. ૩૧-૦૭-૨૦૨૪ ની રહેશે
  13. અનુ.નં.૭ અને ૮ ની કેડર માટે આવેલ અરજીઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ૫ જગ્યાઓ અનામત રહેશે.
  14. બેંકમાં હાલ ફરજ બજાવતા અધિકારી / કર્મચારીઓએ અરજી કરતા અગાઉ હેડ ઓફીસની પૂર્વમંજુરી મેળવવાની રહેશે.
  15. ભરતીને લગતા તમામ હક્ક બેંક મેનેજમેન્ટને અબાધિત રહેશે.
  16. એક ઉમેદવાર ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે. જો કોઈપણ ઉમેદવાર એક થી વધુ પોસ્ટ માટે અરજી કરશે તો તેમની અરજી માન્ય રાખવામાં આવશે નહિં અને તેમણે કરેલ તમામ અરજી રદ ગણાશે.
  17. અરજી ફોર્મ www.khetibank.org, www.ethosindia.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
  18. ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ તેમજ QR code થી જમા કરાવેલ રકમની રસીદ સામેલ કરવાની રહેશે.
  19. અરજી કરવાનું સરનામું : ETHOS HR Management & Project Pvt.Ltd.,ETHOS, Ornet Arcade, 101-102, opp. AUDA Garden, near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat 380054.

આ પણ વાંચો-  નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો

Kheti Bank ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Kheti Bank ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે www.khetibank.org
  • Urgent Opening શોધો
  • અરજી ફોર્મ ડાઉનલોડ કરી આપેલ સરનામે જમા કરાવો
  • અરજી કરવાનું સરનામું : ETHOS HR Management & Project Pvt.Ltd.,ETHOS, Ornet Arcade, 101-102, opp. AUDA Garden, near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat 380054.

આ પણ વાંચો- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024, ઓનલાઇન અરજી કરો અહીંથી

Kheti Bank Recruitment 2024 મહત્વની તારીખો

Kheti Bank Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ16/08/2024

મહત્વપૂર્ણ લિંક :

ખેતી બેંક ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ખેતી બેંક ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ખેતી બેંક ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ www.khetibank.org છે.

ખેતી બેંક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ખેતી બેંક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 16/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો