GSEB Purak Pariksha Result 2024: ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2024, જુઓ તમારું રીઝલ્ટ

WhatsApp Join Now
Telegram Join Here

GSEB Purak Pariksha Result 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2024 તા. 29/07/2024 ના રોજ બપોરે 12:00 કલાકે જાહેર કરવામાં આવશે, તમારે તમારું ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા રિઝલ્ટ 2024 કઈ રીતે ચેક કરવું જેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.

GSEB Purak Pariksha Result 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જૂન-જુલાઇ ૨૦૨૪ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ વોટ્સએપથી જાણી શકાશે

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-૨૦૨૪ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-૨૦૨૪ પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

આ પણ વાંચો- રેલવે ભરતી 2024, જાણો ઓનલાઇન અરજી માહિતી

ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2024

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

GSEB ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2024 કેવી રીતે તપાસવું?

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  • GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો.
  • તમારો સીટ નંબર દાખલ કરો.
  • સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • GSEB ધોરણ 10 અને ધોરણ 12 પરિણામ 2024 સ્ક્રીન પર દેખાશે.

આ પણ વાંચો- નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો

ગુજરાત ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા રિઝલ્ટ 2024

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો