Laptop Sahay Yojana 2024 : ગુજરાતના શ્રમયોગીઓના બાળકોને શિક્ષણ માં કામ માં આવે માટે લેપટોપ ખરીદ સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. આ લેપટોપ સહાય યોજનો લાભ કેમ ઉઠાવવો એ માટે કયા કયા જરૂરી દસ્તાવેજની જરૂર પડશે એની સંપૂણ માહિતી આ પોસ્ટ માં આપવામાં આવેલ છે.
Laptop Sahay Yojana 2024
યોજનાનું નામ | લેપટોપ ખરીદવા માટે યોજના 2024 |
વિભાગનું નામ | શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત |
યોજનાનો લાભ | શ્રમયોગીઓના બાળકોને |
અરજી પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | https://sanman.gujarat.gov.in |
ગુજરાત સરકાર ના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા લેપટોપ ખરીદ સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં રહેતા શ્રમયોગીઓના વિદ્યાર્થીઓને આ યોજના નો લાભ થઈ શકે છે. ઘણા શ્રમયોગીઓના બાળકોને લેપટોપ ન હોવાને કારણે ઓનલાઇન લેક્ચર માં હાજરી આપી શકતા નથી. આમ, ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગીઓના બાળકોને લેપટોપ ખરીદવા માટે સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો- ઘરે બેઠા 5 લાખ રૂપિયાનું હેલ્થ કાર્ડ બનાવો, અહીંથી અરજી કરો
લેપટોપ ખરીદવા સહાય યોજના 2024 શરતો
આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને ધોરણ 12 ની પરીક્ષામાં 70 કે તેનાથી વધુ પર્સેન્ટાઇલ મેળવવા પડશે.
પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષ માં અભ્યાસ માટે એડમિશન લેનાર વિધાર્થીઓને લેપટોપની કિમત મર્યાદા રૂપિયા પચાસહજાર ની કિંમત ધ્યાનમાં લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.પચીસ હજાર આ બે માંથી ઓછી રકમ જે હશે તે આપવામાં આવશે.
જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
લેપટોપ વિધાર્થીના નામે ખરીદેલું હોવું જોઈએ. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
લેપટોપ ખરીદવા સહાય માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો
જે વર્ષમાં બોર્ડની પરીક્ષા જે વર્ષે આપી હોય એજ વર્ષે લેપટોપ માટે 6 મહિનામાં અરજી કરવાની રહેશે
- આ યોજના માટે અરજી કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી શકાશે. https://sanman.gujarat.gov.in/
- સૌ પ્રથમ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ પર ક્લિક કરો
- ત્યાર બાદ લેપટોપ ખરીદ સહાય યોજના પર ક્લિક કરો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કરી દીધા પછી અરજીની પ્રિન્ટ લઈ અરજી મેળવી આ યોજના ડોકયુમેન્ટ સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરી અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ના સરનામા પર રજૂ કરવાના રહેશે ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય યોજના 2024: ગોડાઉન અરજી ફોર્મ શરુ
મહત્વપૂર્ણ લિંક :
લેપટોપ ખરીદવા સહાય યોજના બોનાફાઇડ સર્ટિફિકેટ | અહીં ક્લિક કરો |
લેપટોપ ખરીદવા ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
લેપટોપ ખરીદવા સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?
લેપટોપ ખરીદવા સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ https://sanman.gujarat.gov.in/Home/Registration છે.
લેપટોપ ખરીદવા સહાય યોજના 2024 માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?
લેપટોપ ખરીદવા સહાય યોજના નો લાભ લેવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..