ITBP Recruitment 2024 : ઈન્ડિયન તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડમેન) માટેની 194 જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 પાસ અને આઈટીઆઈ ફિલ્ડનો અનુભવ ધરાવતા ઉમેદવાર 26 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે.
ITBP Recruitment 2024
આઈટીબીપી ટ્રેડમેન માટે 18થી 23 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે. સામાન્ય, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારે રૂ. 100 અને એસસી, એસટી, મહિલા ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહિ. ઉમેદવારોની પસંદગી માટે સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, લેખિત – પરીક્ષા અને મેડિકલ પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન મોડથી અરજી કરી શકશે.
આ પણ વાંચો- રેલવે ભરતી 2024, જાણો ઓનલાઇન અરજી માહિતી
ITBP શૈક્ષણિક લાયકાત
ઈન્ડિયન તિબેટિયન બોર્ડર ભરતીની શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ. સંબંધિત આઈટીઆઈ ટ્રેડમાં બે વર્ષનો અનુભવ, આઈટીઆઈ કે કોઈ પણ પ્રોફેશનલ એક ઈન્સ્ટિટ્યૂટમાંથી વર્ષનો સર્ટિફિકેટ કોર્સ તથા ટ્રેડમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ – ટ્રેડમાં આઈટીઆઈમાંથી બે વર્ષનો ડિપ્લોમા અને કોન્સ્ટેબલ (સફાઈકર્મી, નાઈ) માટે ધો. 10 પાસ,ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને તેમની પોસ્ટ મુજબ મહિને રૂ. 21,700થી રૂ. 69,100 સુધી સેલરી મળશે.
આ પણ વાંચો- નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો
ITBP ભરતી ઓનલાઈન અરજી કઈ રીતે કરશો
ITBP ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પરથી એપ્લાય કરવાનું રહેશે . આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2024 અને 26 ઓગસ્ટ 2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..