Gujarat rain: રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે નર્મદા, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, દ્વારકા, મોરબી, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના નકશા મુજબ આવતીકાલે એટલે કે સોમવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ જુઓ :- લેપટોપ ખરીદવા માટે ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરી
મંગળવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.
3જીને બુધવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.
4 તારીખે ગુરુવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.