Holiday In Schools Of Surat : સુરત શહેર અને જિલ્લામાં શાળાઓમાં ભારે વરસાદ કારણે વિદ્યાર્થીઓ માટે રજા જાહેર: શાળાઓમાં તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવા બાબત પરિપત્ર કરેલ છે.
Holiday In Schools Of Surat
રાજ્યમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલ હોઈ, સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડેલ હોઈ તથા હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડનાર હોઈ જે બાબત ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં તારીખ ૨૪/ ૭/ ૨૦૨૪ ના રોજ સુરત શહેર અને જિલ્લાની અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે સદર સૂચનાનો અમલ તમામ શાળાઓએ ચૂસ્તપણે કરવાનું રહેશે.
આ પણ વાંચો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો
સુરત જિલ્લા શિક્ષણાધિકારી નો પરિપત્ર
આ પરિપત્ર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરત, બ્લોક-એ,ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨ અઠવાલાઈન્સ સુરત-૩૯૫૦૦૧ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેની વાલીઓએ નોંધ લેવી.
આ પણ વાંચો- મુદ્રા લોન 20 લાખ રૂપિયા સુધી મળશે, 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
આ પરિપત્ર પ્રતિ, આચાર્યશ્રી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તમામ, સુરત,જિ- સુરત. માટે જાહેર કરવામાં આવેલ છે. જેમાં સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવા બાબત જે માન.કલેક્ટર સાહેબશ્રીની સૂચના અન્વયે. જાહેર કરવામાં આવેલ છે.