Gujarat Cherrapunji Rain: વલસાડ જિલ્લામાં બે દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે.ખાસ કરીને આ સિઝનમાં મેઘરાજા ટટ્વેન્ટી ટટ્વેન્ટી રમી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે.
Gujarat Cherrapunji Rain
સિઝનની શરૂઆતમાં વરસાદમાં કપરાડા તાલુકો આગળ હતો. ત્યારબાદ વલસાડ તાલુકામાં અને ઉમરગામ તાલુકામાં વધુ વરસાદ પડતાં બંને તાલુકામાં સિઝનનો વધુ વરસાદ નોધાયો હતો,પરંતુ હાલ ફરી ભારે વરસાદ વચ્ચે ગુજરાતના ચેરાપુંજી ગણાતાં કપરાડા તાલુકો વરસાદમાં પ્રથમ નંબર પહોંચ્યો છે.
અહીં સિઝનનો કૂલ વરસાદ 85 ઇંચ એટલે કે સદી તરફ આગળ વધી રહ્યો છે. વાપી, કપરાડા ,વલસાડ સહિત જિલ્લાભરમાં બે દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ જારી છે.અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ હાલ કપરાડા તાલુકામાં વરસી રહ્યો છે.
આ પણ વાંચો- BSNL આપી રહ્યું છે તમારો પસંદગી નો નંબર, આ રીતે બુક કરો
જુલાઈ અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સૌથી વધારે વરસાદ પડયો છે. જિલ્લામાં સિઝનના કૂલ વરસાદમાં પ્રથમ તબક્કે કપરાડા તાલુકો મોખરે હતો. ત્યારબાદ વલસાડ તાલુકામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો.અહી કપરાડા કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના ચેરાપૂંજી
ઉમરગામ તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતાં. જેના કારણે સિઝનનો સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકાનો નોંધાયો હતો, પરંતુ હાલ ફરી ગુજરાતના ચેરાપૂંજી ગણાતાં કપરાડામાં અત્યાર સુધીમાં 2121 એમએમ(85 ઇંચ) નોંધાયો છે.