GPSSB Additional Final Select List 2024: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એડીશનલ ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારું નામ

WhatsApp Join Now
Telegram Join Here

GPSSB Additional Final Select List 2024 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી ) મુખ્ય સેવિકા ,આંકડાકીય મદદનીશ સ્ટાફ નર્સ , લેબોરેટરી ટેકનિશિયન , નાયબ હિસાબનીશ અને વિસ્તરણ અધિકારી પોસ્ટ નું એડીશનલ ફાઈનલ સિલેક્શન લિસ્ટ અને પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું

GPSSB Additional Final Select List 2024

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંક:-કેપીર૦/૨૦૨૧પીઆરઆર/૧૦/૨૦૧૪૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧થી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ (કલાસ-III), રીફુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઈ મુજબ આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની તારીખ-સમય-સ્થળ અંગેની જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એડીશનલ ફાઈનલ સિલેક્શન લિસ્ટ 2024

ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ તેમણે ભરતી પરીક્ષામાં મેળવેલ માર્ક તથા ઓનલાઇન ફોર્મમાં ઉમેદવારે ભરેલ વિગતોને આધારે થયેલ છે. પ્રમાણપત્ર ચકાસણીમાં જે ઉમેદવારો ઉપરોક્ત સંવર્ગના ભરતી નિયમો મુજબ તથા જાહેરાતની જોગવાઇ મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, દિવ્યાંગતા પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર તથા જાહેરાતમાં દર્શાવ્યા મુજબના અન્ય પ્રમાણપત્રો ધરાવતા નહી હોય તેવા ઉમેદવારોને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો

GPSSB Additional Provisional Merit List 2024

આ એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ ( વેઇટીંગ લીસ્ટ)માં સમાવિષ્ટ ઉમેદવારોને ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ નિયમ- ૧૪ની જોગવાઇ અન્વયે મંડળ સમક્ષ રૂબરુ બોલાવીને ઉમેદવારોને ઉમેદવારની સીલેકશન કેટેગરી પ્રમાણે રૂબરૂમાં(ઓન સ્ક્રીન) જિલ્લા ફાળવણી ઉમેદવારોનો ક્રમ આવે ત્યારે જે તે સીલેકશન કેટેગરીની ખાલી જગ્યા ઉપર મેરીટક્રમ આધારે કરવામાં આવશે.

TALATI CUM MANTRI THIRD ADDITIONAL FINAL SELECT LIST 2024 (THIRD Waiting List)

આ અંગેની જિલ્લા ફાળવણી અંગેની જાહેરાત અને કાર્યક્રમ(તારીખ-સમય-સ્થળ સહિત) મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમજ ઉમેદવારોને તેના રજીસ્ટર્ડ ઇ-મેઇલ ઉપર જાણ કરવામાં આવશે. જેથી દરેક ઉમેદવારે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in તેમજ પોતાના ઇ મેઇલ જોતા રહેવા જણાવવામાં આવે છે. જે ઉમેદવાર જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં તેને ફાળવેલ તારીખ-સમયે ગેરહાજર (Absent) રહેશે, તે ઉમેદવારની ઉમેદવારી કાયમીપણે પરત ખેંચી લીધેલ હોવાનું ગણાશે, અને આ બાબતનો કોઇ વાંધો કે વિવાદ મંડળ ધ્વારા ત્યારબાદ ધ્યાને લેવામાં આવશે નહી, તેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

GPSSB એડીશનલ ફાઈનલ સિલેક્શન લિસ્ટ ચેક કરવાનાં પગલાં

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ 2024 એડીશનલ ફાઈનલ સિલેક્શન લિસ્ટ માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://gpssb.gujarat.gov.in/ પર ક્લિક કરો.
  • Latest Update વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારું પરિણામ મેળવવા માટે જાહેરાત ક્રમાાંક પર ક્લિક કરો.
  • હવે તમારા સામે PDF ફાઈલ આવી હશે જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.
  • ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- રેલવેમાં 3317 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી શરૂ

મહત્વપૂર્ણ લિંક :

GPSSB એડીશનલ ફાઈનલ સિલેક્શન લિસ્ટ 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો