Ganga Svarupa Punhlagan Yojana 2024: ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી દંપતી જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમુનામાં સદરહું અરજી મહિલા અને બાળ અધિકારીની કચેરી/ મામલતદારશ્રીની કચેરી/ઈ-ગ્રામ ખાતેથી ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.
Ganga Svarupa Punhlagan Yojana 2024
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના” અંતર્ગત ૨૫,૦૦૦/- ની આર્થિક સહાય પુનઃલગ્ન કરનાર ગંગા સ્વરૂપા મહિલાના ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવશે, તેમજ ૨૫,૦૦૦/- ની રકમના રાષ્ટ્રીય બચત પત્રો (NSC) એમ કુલ ૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવશે.
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના લાભાર્થીની પાત્રતા
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરની પુનઃલગ્ન કરનાર ગંગા સ્વરૂપા મહિલા આ યોજનાનો લાભ લઇ શકશે.
આ પણ વાંચો- વિધવા સહાય યોજના ની માહિતી ગુજરાતીમાં, ચેક કરી લો જરૂરી ડોક્યુમેન્ટ્સ
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અરજી કયાં કરવી ?
- ગ્રામ્ય કક્ષાએથી ઈ-ગ્રામ સેન્ટર ખાતે.
- તાલુકા કક્ષાએથી મામલતદારશ્રીની કચેરી ખાતે.
- જિલ્લા કક્ષાએથી મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે.
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- ફોર્મ અને ફોટો
- આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- આધારકાર્ડની નકલ
- બી.પી.એલ સ્કોર અંગે નો દાખલો પ્રખસા
- પુનઃલગ્ન ન કર્યા અગેનુ પ્રમાણપત્ર
- ઉમરનો પુરાવો
- રેશનકાર્ડની નકલ
- પાસબૂકની નકલ
આ પણ વાંચો- મત્સ્યોધોગ ખાતાની યોજનાઓ 2024, જુઓ અરજી કરવાની માહિતી
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..